મુંબઈની રસપ્રદ કહાની…350 વર્ષ પહેલાં બ્રિટિશ શાસકને દહેજમાં મળ્યું હતું માયાનગરી મુંબઈ

|

Mar 26, 2024 | 7:35 PM

વિશ્વમાં ભારતના આર્થિક કેન્દ્ર તરીકે જાણીતા મુંબઈ શહેરનો ઇતિહાસ ખુબજ રસપ્રદ છે. સપનાનું આ શહેર લગભગ 350 વર્ષ પહેલા એક બ્રિટિશ શાસકને દહેજમાં મળ્યું હતું. 603 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આજનું મુંબઈ શહેર એક સમયે નાના ટાપુઓમાં વહેંચાયેલું હતું. એટલે કે અખંડ મુંબઈની જગ્યાએ અરબ સાગરમાં સાત ટાપુઓ હતા.

1 / 6
વિશ્વમાં ભારતના આર્થિક કેન્દ્ર તરીકે જાણીતા મુંબઈ શહેરનો ઇતિહાસ ખુબજ રસપ્રદ છે. સપનાનું આ શહેર લગભગ 350 વર્ષ પહેલા એક  બ્રિટિશ શાસકને દહેજમાં મળ્યું હતું.

2 / 6
603 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આજનું મુંબઈ શહેર એક સમયે નાના ટાપુઓમાં વહેંચાયેલું હતું. એટલે કે અખંડ મુંબઈની જગ્યાએ અરબ સાગરમાં સાત ટાપુઓ હતા. આ ટાપુઓ બોમ્બે, કોલાબા, લિટલ કોલાબા, માહિમ, મઝગાંવ, પરેલ અને વર્લી હતા.

3 / 6
શરૂઆતમાં મુંબઈનું નિયંત્રણ સતાવાહન સામ્રાજ્ય સાથે હતું. ત્યાર બાદ ગુજરાતના રાજા બહાદુર શાહે તેના પર નિયંત્રણ મેળવ્યું. પરંતુ આ પછી, ધીરે ધીરે યુરોપિયન લોકો ભારતમાં આવવા લાગ્યા. જેમાં પોર્ટુગીઝોએ આ ટાપુઓ બહાદુર શાહ પાસેથી કબજે કર્યા.

4 / 6
લગભગ 350 વર્ષ પહેલા બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ 2 સાથે જ્યારે પોર્ટુગીઝ રાજકુમારી કેથરીનના લગ્ન નક્કી થયા ત્યારે બ્રટિશર્સને આ ટાપુઓ દહેજમાં આપી દેવાયા હતા. ત્યારબાદ પ્રિન્સ ચાર્લ્સ 2 એ બ્રિટનની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મુંબઇના આ સાત આઇલેન્ડ્સને માત્ર 10 પાઉન્ડમાં લીઝ પર આપી દીધા હતા. મુંબઈના નિર્માણની કહાની અહીંથી જ શરૂ થઈ.

5 / 6
વર્ષ 1687માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમનું હેડક્વાર્ટર સુરતથી મુંબઇ શિફ્ટ કર્યું. પછી અહીં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ અને આને કારણે અહીંની વસ્તી પણ ખૂબ ઝડપથી વધવા લાગી. આ સાથે મુંબઈમાં જમીનની માંગ પણ વધાવા માંડી. અને જમીનની અછતને પહોંચી વળવા બ્રિટીશ સરકારે આ સાત ટાપુઓ જોડવાનું નક્કી કર્યું.

6 / 6
આ સાત ટાપુઓને જોડવાનો મોટો પ્રોજેક્ટ વર્ષ 1708માં શક્ય બન્યો. આ પ્રોજેક્ટ હર્નબી વેલાર્ડ તરીકે ઓળખાય છે. જેને પૂર્ણ કરવામાં દોઢસો વર્ષથી વધુ સમય લાગ્યો અને આખરે વર્ષ 1845માં આ સાત ટાપુઓને જોડવાનું કામ પૂર્ણ થયું. ત્યાર બાદ મુંબઈનો વિકાસ થયો અને 19મી સદી અંત સુધીમાં મુંબઈ એક સુંદર શહેર બની ગયું હતું. (Image - Social Media)

Next Photo Gallery