Christmas 2021 : ક્રિસમસ પર ઝાડને કેમ શણગારવામાં આવે છે ? આ ટ્રેન્ડ ક્યાંથી શરૂ થયો અને ભગવાન ઇસુના જન્મ સાથે તેનો શું સંબંધ છે?

|

Dec 23, 2021 | 9:31 AM

ક્રિસમસ ડે નિમિત્તે ક્રિસમસ ટ્રીને સજાવવાનો રિવાજ છે,. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે તેની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ અને ભગવાન ઈશુ સાથે તેનું શું જોડાણ છે, જાણો આ સવાલોના જવાબ.

1 / 5
ક્રિસમસનું નામ લેતાની સાથે જ બે બાબત અચૂક યાદ આવી જ જાય  છે. પ્રથમ સાન્તાક્લોઝ અને બીજું ક્રિસમસ ટ્રી. આ ઉજવણી નિમિત્તે ક્રિસમસ-ટ્રી સજાવવામાં આવે છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે તેની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. ક્રિસમસ ટ્રીને લાંબા આયુષ્ય માટે ભગવાન તરફથી આશીર્વાદ તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરને શણગારવામાં આવે છે તે ઘરના બાળકોનું આયુષ્ય લાંબુ હોય છે.

2 / 5
એક  મીડિયા રિપોર્ટ અનુસાર, ક્રિસમસ ટ્રીની પ્રથા જર્મનીમાં 16મી સદીમાં શરૂ કરવામાં આવી  હતી. ક્રિસમસના અવસર પર ફર વૃક્ષને શણગારવામાં આવ્યું હતું. આ વૃક્ષને સામાન્ય ભાષામાં સનોબર પણ કહેવામાં આવે છે. લોકો તહેવારના દિવસે આ ઝાડને ઘરની બહાર લટકાવતા હતા. તે જ સમયે ગરીબ વર્ગના લોકો જે આ વૃક્ષ ખરીદી શકતા ન હતા તેઓ પિરામિડ આકારના લાકડાને શણગારે છે.

3 / 5
ક્રિસમસ ટ્રીમાં ખાવાની વસ્તુ મૂકવાનો રિવાજ પણ જર્મનીથી શરૂ થયો હતો. તેને વિવિધ વસ્તુઓથી શણગારવામાં આવી હતી. ઉદાહરણ તરીકે, સફરજનને  પેપરમાં લપેટીને તેના પર લટકાવવામાં આવ્યું હતું. આ સિવાય તેને સજાવવા માટે જીંજરબ્રેડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ધીમે ધીમે તેને સજાવવામાં અનેક પ્રકારની વસ્તુઓનો સમાવેશ થતો ગયો હતો.

4 / 5
ધીરે ધીરે આ પરંપરા અન્ય દેશોમાં  પણ શરૂ થઇ ગઈ હતી. તેની પ્રેક્ટિસ 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં શરૂ થઈ હતી. અહીંથી ક્રિસમસ નિમિત્તે વૃક્ષોને સજાવવાનો ટ્રેન્ડ આખી દુનિયામાં શરૂ થયો હતો. એવું માનવામાં આવે છે કે ક્રિસમસ ટ્રીનો સંબંધ ભગવાન ઇસુના જન્મ સાથે છે. ઘણા અહેવાલોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

5 / 5
એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન ઇસુનો જન્મ થયો હતો, ત્યારે તેમના માતા-પિતા મેરી અને જોસેફને અભિનંદન આપનારાઓમાં દૂતો પણ હતા. જેણે તારાઓથી પ્રકાશિત સદાબહાર ફરટ્રી ગિફ્ટ  કર્યું હતું . ત્યારથી ક્રિસમસ ફર ટ્રીને ક્રિસમસ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે.

Next Photo Gallery