
એલસીબીએ આરોપી રાજેશ મહિન્દરકુમાર ગોદારા, રહે શેરગઢ તા.ડબવાલી જી. સીરસા, હરીયાણા તથા આનંદ રાજવીર પુનીયા, રહે આદર્શ નગર તા. હનુમાનગઢ, રાજસ્થાનની ધરપકડ કરી હતી. રાજેશ 28 અને આનંદ 23 વર્ષની ઉંમરનો છે. બંનેને કારમાં હરીયાણાના ડબવાલીના ગૌરવે દારુનો જથ્થો ભરી આપ્યો હતો.

દારુનો જથ્થો અમદાવાદના દસ્ક્રોઈના હીરાપુરના પ્રવિણ રાવજીભાઈ બારૈયાને પહોંચાડવાનો હતો. જે પ્રવિણ અમદાવાદ પહોંચતા જ આ દારુ ભરેલી મોંઘીદાટ કારને રીસીવ કરીને જથ્થો ઉતારનારો હતો. પોલીસે ગૌરવ અને પ્રવિણ વિરુદ્ધ ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરવા માટે તપાસ શરુ કરી છે.