Photos : બરફની સફેદ ચાદરથી ઢંકાયુ શિમલા, ફોટો જોઈને તમે કહેશો આ તો સ્વિત્ઝર્લેન્ડ છે !

|

Feb 05, 2022 | 7:41 PM

હિમાચલમાં તાજી હિમવર્ષાથી પ્રવાસીઓની ખુશીમાં અનેકગણો વધારો થયો છે. રાજધાની શિમલા હાલમાં બરફની ચાદરથી ઢંકાયેલી છે.

1 / 10
રાજધાની શિમલા સહિત હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં શનિવારે ફરી એકવાર બરફ પડ્યો. જેના કારણે હિમાચલમાં વેકેશન કરનારાઓની ખુશીમાં વધુ વધારો થયો છે. ભારે હિમવર્ષા અને વિકેન્ડના કારણે શિમલામાં પ્રવાસીઓના વાહનોનો ધસારો પણ અનેકગણો વધી ગયો છે. તાજી હિમવર્ષા બાદ પ્રદેશના તાપમાનમાં ઘટાડો થયો છે.  બરફવર્ષા પછી જ સુંદર તસવીરો જોવા મળી રહી છે.

2 / 10
વૃક્ષો, રસ્તાઓ સાથે તમે જ્યાં જુઓ ત્યાં આખું શિમલા બરફથી ઢંકાયેલું જોવા મળશે. હિમાચલ સરકારે શુક્રવારે મોડી સાંજે ભારે હિમવર્ષાને ધ્યાનમાં રાખીને તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાની જાહેરાત કરી હતી.

3 / 10
લગભગ તમામ રસ્તાઓ અવરોધિત છે અને તમામ સંબંધિત વિભાગો અને એજન્સીઓ દ્વારા સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટેના અવિરત પ્રયાસો છતાં, રસ્તાઓ ખોલવામાં થોડો વધુ સમય લાગશે.

4 / 10
બરફથી ઢંકાયેલા રસ્તા પર ચાલતા લોકો છત્રી વડે બરફથી પોતાને બચાવી રહ્યા છે.

5 / 10
ભારે હિમવર્ષાના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. શિમલામાં રસ્તા પર પડેલા ઝાડને હટાવતા લોકો.

6 / 10
શિમલામાં સૌથી પ્રખ્યાત છે ત્યાંની ટોય ટ્રેન. આ દરમિયાન હિમવર્ષાનો નજારો ટોય ટ્રેનમાંથી જોવા જેવો છે. શનિવારે હિમવર્ષા બાદ હેરિટેજ કાલકા શિમલા ટ્રેન.

7 / 10
શિમલામાં હિમવર્ષા બાદ પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોની છત સંપૂર્ણપણે બરફથી ઢંકાઈ ગઈ હતી.

8 / 10
સાથે જ આ દરમિયાન અનેક વાહનોને બરફમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. ઠંડીના કારણે કાર સ્ટાર્ટ ન થતાં લોકો ધક્કા મારી રહ્યા હતા.

9 / 10
શિમલામાં હિમવર્ષા પછી રેલ્વે સ્ટેશન. જ્યાં, બરફથી ઢંકાયેલો ટ્રેક એક સુંદર દ્રશ્ય બનાવે છે.

10 / 10
પરંતુ હિમવર્ષાથી પ્રવાસીઓ સૌથી વધુ ખુશ છે. પ્રવાસીઓ અહીં સ્કેટિંગ પણ કરે છે. લક્કર બજારની સ્કેટિંગ રિંગ પર પ્રવાસીઓ સ્કેટ કરે છે.

Next Photo Gallery