હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેન ભરચક, જુઓ
હિંમતનગર રેલવે સ્ટેશન પર તહેવારોને લઈ રેલવે મુસાફરોની મોટી ભીડ છેલ્લા દશેક દિવસથી જોવા મળી રહી છે. હિંમતનગરથી પસાર થતી ટ્રેનોમાં પણ ચિક્કાર ભીડ જોવા મળી રહી છે. ટ્રેનોમાં મુસાફરો ફર્શ પર ભીડમાં ગીચોગીચ બેઠેલો જોવા મળી રહ્યા છે. અમદાવાદના અસારવાથી ચિત્તોડગઢ ટ્રેનમાં કોચ ઘટાડી દેવાને કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તહેવારો સમયે જ કોચ ઓછા હોવાને લઈ હાલાકી સર્જાઈ છે.
1 / 6
હિંમતનગર થઈને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવન જાવન કરતી ટ્રેનમાં ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં તહેવારોની રજાઓને લઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતા આવતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. હિંમતનગર રેલવે સ્ટેશન પર મેળા જેવા ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
2 / 6
હિંમતનગર રેલવે સ્ટેશને ભીડ ભર્યા દ્રશ્યો હાલના દિવસોમાં સામાન્ય બન્યા છે. ભીડને લઈ અકસ્માતના સર્જાય એ માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રેન પણ ભરચક ભરેલી હોવાને મુસાફરો માટે ટ્રેનમાં બેસવુ પણ મુશ્કેલ બની રહ્યુ છે. આ દરમિયાન હાલમાં અસારવા ચિત્તોડગઢ ડેમુ ટ્રેનમાં પણ ભીડ જોવા મળી રહી છે.
3 / 6
ચિત્તોડગઢ અસારવા ટ્રેનમાં અગાઉ 12 કોચ લગાવેલા હતા પરંતુ હાલમાં માત્ર 8 જ કોચ હોવાને લઈ ટ્રેનમાં મુસાફરોની હાલાકીમાં વધારો થયો છે. મુસાફરોને 4 કોચમાં ઘટાડાને લઈ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કોચમાં નીચે ફર્શ પર બેસીને મુસાફરી કરવી પડી રહી છે.
4 / 6
ટ્રેનમાં કોચ ઘટાડવામાં આવતા જ મુસાફરોએ તહેવારો સમયે જ હાલાકી વેઠવી પડી રહી છે. મુસાફરોનો ધસારો હાલમાં તહેવારોને લઈ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા પણ એટલો જ વધારે જોવા મળી રહ્યો છે.
5 / 6
મુસાફરોનો ધસારો વધારે હોવાને લઈ કોચની સંખ્યાં ઓછી પડી રહી છે. જેના કારણ મુસાફરોએ ટ્રેનમાં ગીચોગીચ થઈને મુસાફરી કરવા માટે મજબૂર બનવુ પડ્યુ છે. આ માટે રેલવે તંત્રને પણ રજૂઆત કરીને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.
6 / 6
ભીડને લઈ અગવડતા સર્જાવાને લઈ મુસાફરોમાં રોષ ફેલાયો છે. એક તરફ હિંમતનગર રેલવે સ્ટેશન પર અગવડતાઓનો પાર નથી અને ત્યાં ભીડ વધવાને લઈ સમસ્યા સર્જાઈ રહી છે. ટ્રેન અને પ્લેટફોર્મ બંને જગ્યાએ મુસાફરો પૈસા ખર્ચીને પણ મજબુરી વેઠી રહ્યાનો અહેસાસ સાથે રોષ ઠાલવી રહ્યા છે.