
કાકડી : જો તમે તમારી આંખોની નીચે કાકડીનો રસ લગાવો છો, તો તેનાથી ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થઈ જશે. તેની ઠંડકના કારણે થાક દૂર થઈ જશે આંખોની નીચે કાળા ડાર્ક સર્કલમાં રાહત મળશે.

ફુદીનાનું પાન : ફુદીનાના પાનનો પેસ્ટ બનાવીને રાત્રે 10 મિનિટ માટે આંખોની નીચે રહેવા દો. આમ કરવાથી અહીંની ડાર્ક સર્કલ ધીરે ધીરે દૂર થઈ જશે

ટી બેગ : ટી બેગને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. જ્યારે તે બરાબર ઠંડુ થઈ જાય, ત્યારે તેને બંધ આંખો પર 10 મિનિટ સુધી રાખો.

એલોવેરા જેલ : એલોવેરા જેલમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે આ માટે તમારી આંગળી પર થોડું જેલ લો અને તેને ડાર્ક સર્કલની નીચે હળવા હાથે મસાજ કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરશે. આ તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરશે.

કેળાની છાલ : કેળાની છાલ આંખોની નીચે ડાર્ક સર્કલ અને કરચલીઓની સમસ્યાને ઓછી કરવામાં પણ અસરકારક છે.
Published On - 7:06 pm, Mon, 22 April 24