મૃતદેહોનો ઢગલા, તડપતા લોકો અને પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ…હાથરસ ઘટનાની આ તસવીરો તમને રડાવી દેશે

|

Jul 02, 2024 | 9:56 PM

આ ઘટના હાથરસ જિલ્લાના સિકંદરરાઉ વિસ્તારમાં બની હતી. જ્યારે સત્સંગ ચાલી રહ્યો હતો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના બાદના દ્રશ્યો ઘણા ડરામણા હતા. અકસ્માત બાદ મૃતદેહો અને ઘાયલોને ટ્રક અને અન્ય વાહનોમાં ભરીને સિકંદરરાઉ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. પીડિતોના પરિવારજનોની ચીસો કાળજું કંપાવનારી હતી.

1 / 6
યુપીના હાથરસમાં એક દુઃખદ ઘટના બની છે. રતિભાનપુરમાં આયોજિત સ્વયંભૂ સંત ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી હતી. જેના કારણે અત્યાર સુધીમાં 107 લોકોના મોત થયા છે, તો અનેક લોકો ઘાયલ છે. મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે.

2 / 6
હાથરસમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. વડાપ્રધાન મોદી અને સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

3 / 6
ઘટના સ્થળે મૃતદેહોના ઢગલા અકસ્માતની ભયાનકતા દર્શાવી રહ્યા છે. હોસ્પિટલ અને પોસ્ટમોર્ટમ હાઉસની ચીસો હ્રદયને હચમચાવી દે તેવી છે. આ અકસ્માતની કેટલીક તસવીરો એવી છે જે બતાવી શકાય તેવી નથી કારણ કે તમને વિચલિત કરી શકે છે.

4 / 6
અકસ્માત બાદ મૃતદેહો અને ઘાયલોને ટ્રક અને અન્ય વાહનોમાં ભરીને સિકંદરરાઉ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ઘણા મૃતદેહોને આરોગ્ય કેન્દ્રની બહાર રાખવા પડ્યા હતા. પીડિતોના પરિવારજનોની ચીસો કાળજું કંપાવનારી હતી.

5 / 6
આ ઘટના હાથરસ જિલ્લાના સિકંદરરાઉ વિસ્તારમાં બની હતી. જ્યારે સત્સંગ ચાલી રહ્યો હતો ત્યારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના બાદના દ્રશ્યો ઘણા ડરામણા હતા. લોકો એકબીજાને કચડતા પસાર થયા હતા.

6 / 6
આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ટ્રકમાં રાખેલા પાંચથી છ મૃતદેહો વચ્ચે એક મહિલા ખરાબ રીતે રડી રહી હતી. અન્ય એક તસવીરમાં એક મહિલા અને એક પુરુષ અન્ય વાહનમાં બેભાન અવસ્થામાં પડેલા જોવા મળ્યા હતા. (Image - PTI)

Published On - 9:54 pm, Tue, 2 July 24

Next Photo Gallery