આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવું ફરજિયાત છે, જાણો સરળ સ્ટેપમાં લિંક પ્રોસેસ
શું આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લીંક કરવું ફરજિયાત થઇ ગયું છે ? જી હા, Aadhaar-PAN લીંક કરવાની છેલ્લી તારીખ 31-માર્ચ-2023 છે. જો આધાર કાર્ડ -પાન કાર્ડ લીંક નહીં થાય તો PAN કાર્ડ બંધ થઇ જશે.
1 / 10
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે. ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
2 / 10
પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.
3 / 10
ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
4 / 10
ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.
5 / 10
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફી કેવી રીતે ભરવી? સૌપ્રથમ https://www.incometax.gov.in/iec/foportal/ income tax પોર્ટલ પાન આધાર લિંક કરવાની વિનંતી સબમિટ કરવા વેબસાઈટ પર જવાનું રહેશે.
6 / 10
તમારે e-Pay Tax બટન પર ક્લિક કરવાનું રહેશે.
7 / 10
તમારે પહેલા ઓપ્શન Income Tax માં Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.
8 / 10
ત્યાર બાદ Assessment Year 2023-24 એટલે આવતું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. અને Type of Payment માં તમારે Other Receipt 500 સિલેક્ટ કરવાનું રહેશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે
9 / 10
તમારી સામે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે જોવા મળશે. અત્યારે 1000 પેમેન્ટ કરવાનું છે તો તે આવશે. પછી Continue બટન પર ક્લિક કરવાનું રહેશે.
10 / 10
તમારી સામે પેમેન્ટ માટે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેવી રીતે પેમેન્ટ કરવા માંગો છો તેનાથી પેમેન્ટ કરી શકો છો (નેટ બૅન્કિંગ , Debit card , Credit Card, Payment gateway) ત્યાર બાદ તમારે ચેકબોકસ સિલેક્ટ કરી ને Submit to Bank બટન પર ક્લિક કરવાનું રહેશે.