4 / 7
આ માટે તેને સાઉથનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તેની મલયાલમ ફિલ્મ 'કાલી' પણ ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને સાઈ પલ્લવીની એક્ટિંગને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. સાઈ એક્ટર ઉપરાંત ડાન્સર પણ છે. સાઈએ ક્યારેય ડાન્સની ટ્રેનિંગ લીધી નથી, પરંતુ તેણે માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયના ડાન્સ વીડિયો જોઈને ડાન્સ શીખી છે. કેરળની ન હોવા છતાં સાઈને ઓણમ ઉજવવાનું પસંદ છે.(ફોટો ક્રેડિટ- ઈનસ્ટાગ્રામ)