
ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે સોનાના ઘરેણા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં ધન-સમૃદ્ધિ બની રહે છે. જમીન, મકાન કે વાહન ખરીદવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જો તમે વેપારના ક્ષેત્રમાં છો તો ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે દક્ષિણાવર્તી શંખ લાવીને તમારી દુકાનમાં રાખો. આમ કરવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે ચાંદીનો ચોરસ ટુકડો ખરીદવો પણ શુભ છે. તેની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

જો તમે આજે કંઈ ખરીદી ન શકો તો પણ આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. આજની પૂજા કરવાથી જલ્દી જ શુભ ફળ મળે છે. નાના બાળકોના ઉપનયન વિધિ માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.