
દૂધ પાક: તે ચોખા અને દૂધ સાથે તૈયાર કરવામાં આવે છે. આ મીઠાઈ મોઢામાં નાખ્યા પછી ઓગળી જાય છે. જે રીતે તેને ગુજરાતમાં પીરસવામાં આવે છે તે તેને ખીરથી અલગ બનાવે છે. તેને બદામના ટુકડાથી ઠંડક અને ગાર્નિશિંગ કર્યા પછી અહીં સર્વ કરવામાં આવે છે.

મોહનથાળ : આમ તો આ સ્વીટ ડીશ લગ્નમાં પીરસવામાં આવે છે. પણ તે લોકોને એટલી પસંદ છે કે મીઠાઈની દુકાનોમાં પણ તે આસાનીથી મળી જાય છે. ચણાના લોટ અને ઘીથી બનતી આ સ્વીટ ડીશ નો સ્વાદ પણ તમને અચૂક લલચાવશે.