નામની પાછળ ‘ભાઈ’ અને “બહેન” ગુજરાતીઓ માટે બન્યું મુસિબત! પાસપોર્ટ ઓફિસમાં હટાવવા માટે કરી રહ્યા છે અરજી, જાણો શું છે કારણ

|

Jul 17, 2023 | 1:20 PM

ગુજરાતમાં નામની પાછળ ભાઈ અથવા બહેન લગાવવું એટલું સામાન્ય છે કે તે દરેક વ્યક્તિના નામ સાથે જોડવામાં આવે છે, પરંતુ ઘણી વખત લોકો તેને કેટલાક દસ્તાવેજોમાં લખતા નથી. આ રીતે, દસ્તાવેજોમાં નામ અલગ-અલગ આવે છે, જેના કારણે વિદેશ જવાની પ્રક્રિયામાં ઘણી મુશ્કેલી પડે છે

1 / 5
દરેક ગુજરાતીના નામની પાછળ સૌથી વધુ લખાતો શબ્દ ભાઈ અને બહેન છે. તે પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ કેમ ના હોય. જો કે ગુજરાતીઓના નામની પાછળ લખાતો ભાઈ અને બહેન શબ્દ  એક પરંપરા જેવો છે. ગુજરાતમાં મોટા ભાગના લોકોના નામની પાછળ અત્યારે પણ ભાઈ અને બહેન શબ્દ જોવા મળે છે જો કે, આ દિવસોમાં ગુજરાતના લોકોના નામની પાછળ લાગતો શબ્દ ભાઈ અને બહેન લોકો માટે પરેશાની બન્યો છે આથી તેમના નામમાંથી તેને દૂર કરાવવા માટે પાસપોર્ટ ઓફિસના ચક્કર લગાવી રહ્યા છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

2 / 5
ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિના જન્મ પ્રમાણપત્રથી લઈને શાળા, કોલેજ, આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોમાં ક્યાંક ભાઈ કે બહેન લખવામાં આવે છે, જ્યારે અન્ય જગ્યાએ માત્ર નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ વિદેશ પ્રવાસ માટે વિઝા લેવા જાય છે ત્યારે તેમને વિઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણે કે ક્યારેક એવુ પણ બને કે કોઈ પુરાવામાં ભાઈ કે બહેન ના લખાયુ હોય ત્યારે મુશ્કેલી વધી જાય છે. (ફોટો ક્રેડિટ- ગુગલ)

3 / 5
 ગુજરાતમાં નામની પાછળ ભાઈ અથવા બહેન લગાવવું એટલું સામાન્ય છે કે તે દરેક વ્યક્તિના નામ સાથે જોડવામાં આવે છે, પરંતુ ઘણી વખત લોકો તેને કેટલાક દસ્તાવેજોમાં લખતા નથી. આ રીતે, દસ્તાવેજોમાં નામ અલગ-અલગ આવે છે, જેના કારણે વિદેશ જવાની પ્રક્રિયામાં ઘણી મુશ્કેલી પડે છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

4 / 5
 રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીઓ જણાવ્યુ હતુ પોતાના નામ પાછળથી ભાઈ અને બહેન નામ હટાવવા માટે 4000 થી વધુ અરજીઓ કરવામાં આવી છે. આ સાથે પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસના અધિકારીઓનું પણ કહેવું છે કે અહીં સામાન્ય ભાષામાં આ રીતે સંબોધન કરવું સ્વભાવીક છે. જો કે, પાસપોર્ટ અને વિઝા માટે જરૂરી દસ્તાવેજોમાં એકરૂપતા ન હોય ત્યારે નામ સાથે તેને જોડતા લોકોને અડચણો ઉભી થઈ રહી છે જેના કારણે લોકો તેમના નામ પાછળથી ભાઈ અને બહેન હટાવવા અરજી કરી રહ્યા છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

5 / 5
મોટી સંખ્યામાં નામ બદલવાની અરજીઓ મળવા પર, ગુજરાતની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ દસ્તાવેજોની ચકાસણી બાદ અમદાવાદ, વડોદરા અને રાજકોટની પાસપોર્ટ કચેરીઓમાં ફેરફાર કરવાની સત્તા આપી છે. અત્યાર સુધી આ કામ મુખ્ય ઓફિસમાં જ થતું હતું. એવું પણ સામે આવ્યું છે કે ભાઈ અને બેનને લગતા કેસ શહેરો કરતાં અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી વધુ નોંધાય છે.(ફોટો ક્રેડિટ- ગુગલ)

Published On - 1:20 pm, Mon, 17 July 23

Next Photo Gallery