
ગુજરાતના દરેક ઘરોમાં ખજૂરના નામનથી જાણીતા અને ગુજરાતીઓને તેમની જિગલી ખજૂરની કોમેડીથી પેટ પકડીને હસાવનારા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે લગ્ન કર્યા છે.

ખજુરભાઈની જીવન સંગીની મીનાક્ષી દવે અમરેલી જિલ્લાના દોલતી ગામની વતની છે. તેમણે ફાર્મસી બેચલર કર્યા બાદ અમદાવાદમાં નોકરી મળતા અમદાવાદ સ્થાયી થયા છે.

ખજૂરભાઈના લગ્નની ખબરો વાંચીને હર કોઈના મનમાં એવો સવાલ થતો હશે કે તેમના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો અમે આપને જણાવી દઈએ કે ખજૂર ભાઈના અરેન્જ મેરેજ છે અને મીનાક્ષી દવે તેમના મમ્મીની પસંદ છે. એક કાર્યક્રમ દરમિયાન મીનાક્ષી સાથે તેમની મુલાકાત થઈ હતી.

અમરેલીના ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગઢમાં આવેલા હનુમાન મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો જ્યાં મીનાક્ષી દવેનો પરિવાર પણ આવ્યો હતો.એ સમયે આ બંનેના પરિવાર એકબીજાને મળ્યા હતા . એ સમયે ખજુરભાઈના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો ગમી ગયો હતો.

એ મુલાકાત બાદ નીતિન જાનીના મમ્મીએ નીતિન માટે મીનાક્ષીનું માગુ નાખ્યુ અને મીનાક્ષીને જેવી ખબર પડી કે ખજુરભાઈનું માગુ આવ્યુ છે તો તેમણે તરત યસ કહી દીધુ હતુ.
Published On - 6:48 pm, Sat, 9 December 23