ગુજરાત બાયોટેક્નોલોજી સમિટની કરશે યજમાની, અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાશે કાર્યક્રમ
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ‘ધ પાથ ઓફ ઈનોવેશન એન્ડ વેલનેસ ફોર વિકસિત ભારત’ થીમ પર આધારિત બાયોટેક્નોલોજી ક્ષેત્રે એક પ્રિ-સમિટ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરશે તેમજ રાષ્ટ્રીય અને ગુજરાતના બાયોટેક સ્ટાર્ટઅપ્સને પ્રદર્શિત કરતા એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે.