દાહોદ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે પ્રજાકીય પ્રશ્નોનો સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા તેમજ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને કામનું સુચારુ આયોજન કરવા તાકીદ કરી હતી.