
ભગવાન શ્રીકૃષ્ણ કરેલ અમૂર્તકલ્પનારૂપ આ લીલાની યાદગીરી રૂપે હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા વાર્ષિક ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી જેમાં આશરે 150 કરતા પણ વધુ જુદા જુદા વ્યંજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌને આકર્ષિત અને અતિમોહક ભગવાન રાધામાધવને ભવ્ય “સ્વર્ણરથ” માં શાનદાર સવારી કરાવવામાં આવી જેમાં ભકતો ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા સંકિર્તન ગાઈને જોડાયા હતા”.

વિવિધ જાતના કૂકીસ, વ્યંજનો વિગેરે દ્રારા બનાવેલ આશરે 1100 કિલોગ્રામ વજન ધરાવનાર ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ સૌના ઉલ્લાસનું કેન્દ્ર બન્યું હતુ. ગોવર્ધન પર્વત માટે ઉપયોગમાં લેવાયેલ કેક અને કૂકીસને સંપૂર્ણપણે મંદિરમાં જ ભકતો દ્રારા બનાવવામાં આવ્યા છે જે 100 ટકા શુદ્ધ અને શાકાહારી હતું. ભગવાન શ્રીકૃષ્ણને ગોપાલ તરીકે પણ પૂજવામાં આવે છે જે ગાયોના રક્ષણકર્તા છે.
Published On - 9:24 pm, Thu, 16 November 23