
બીજા રૂટ માં ગ્યાસપુર ડેપો થી Apmc , જીવરાજ પાર્ક, રાજીવ નગર, શ્રેયસ,પાલડી ગાંધી ગ્રામ , ઉસ્માનપુરા,વિજય નગર અને વાડજ થઈ રાણીપ,સાબરમતી રેલ્વે સ્ટેશન- AEC સાબરમતી અને મોટેરા સુધી મુસાફરો ને મેટ્રો ટ્રેન નો લાભ મળશે.

હવે ટ્રાયલો ચાલુ રહેશે અને આગળની બાકી રહેતી કામગીરી પુર્ણ કરવાની કાર્યવાહી થશે,તે બાદ ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુર થી મોટેરા સુધી ની લંબાઈ ની નિરીક્ષણ કરવા માટે કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી ( સી. એમ. આર. એસ ) ને વિનંતી કરવામાં આવશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 1 માં 2 કોરિડોર છે. એક નોર્થ સાઉથ કોરિડોર અને બીજો ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે. 1. નોર્થ સાઉથ કોરિડોર - ગ્યાસપુર ડેપો થી મોટેરા 2. ઈસ્ટ વેસ્ટ કોરિડોર - થલતેજ ગામ થી વસ્ત્રાલ ગામ.