
બીજા નંબરે યુરોપનો જ દેશ આયર્લેન્ડ છે, તેની વસ્તી 50 લાખ છે અને માથાદીઠ GDP 1,06,060 ડોલર છે. જ્યારે ત્રીજા અને ચોથા ક્રમે પણ યુરોપના જ દેશ સ્વિત્ઝર્લેન્ડ અને નોર્વે છે.

ટોપ-5 અમીર દેશોની યાદીમાં 4 દેશ તો યુરોપના જ છે, જ્યારે એક દેશ એશિયાનો છે. એશિયામાં સિંગાપોર સૌથી ધનિક દેશ છે, તેની માથાદીઠ GDP 88,450 ડોલર છે.

ભારતની વાત કરીએ તો, ભારત આ યાદીમાં ટોપ-100માં પણ સામેલ નથી. ભારતની માથાદીઠ GDP 2,731 ડોલર છે, પરંતુ જ્યારે વર્લ્ડ GDP રેન્કિંગની વાત આવે, તો ભારત 5માં સ્થાને આવે છે.