
એક રિપોર્ટ અનુસાર, ફેશન ઇતિહાસકારો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અન્યના કપડાં પહેરવાને કારણે બટનો ડાબી બાજુએ રાખવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય ઈતિહાસકારોનું માનવું છે કે તેની પાછળનું કારણ એ પણ હોઈ શકે છે કે મહિલાઓએ બાળકોને સ્તનપાન કરાવવું પડે છે અને મોટાભાગની મહિલાઓ ડાબી બાજુએ વધુ સ્તનપાન કરાવે છે. તેથી જ બટન ડાબી બાજુ રાખવામાં આવ્યા હતા. (symbolic photo)

આ ઉપરાંત, એવી પણ એક થિયરી છે કે પુરુષો ઘણીવાર યુદ્ધમાં ભાગ લે છે અને બંદૂક અથવા તલવાર ડાબી બાજુ રાખતા હતા. તે મુજબ કપડાંની ડિઝાઈન કરવામાં આવી અને તેના કારણે પુરુષોની સુવિધા માટે ડાબા હાથથી બટન ખોલવા માટે જમણી બાજુએ બટન મૂકવામાં આવ્યા.(symbolic photo)

આ ઉપરાંત એવી ઘણી થિયરી છે કે જમણી બાજુ બટન રાખવાનું અનુકૂળ છે અને પુરૂષ પ્રભુત્વ ધરાવતો સમાજ હોવાને કારણે પુરુષોના શર્ટના બટન જમણી બાજુ રાખવામાં આવતા હતા. આ સિવાય ભલે મહિલાઓ અને પુરૂષોના કપડાં સરખા હોય પરંતુ આ ફેરફારથી થોડો ફરક પણ આવી શકે છે, તેથી મહિલાઓના કપડામાં બટનની સાઈડ બદલવામાં આવી હતી.(symbolic photo)