Gir Somnath : 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થશે, કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ

|

Apr 17, 2023 | 5:37 PM

આગામી તા.17 મી એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત મહેમાનોની પ્રથમ બેચનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરાશે. બાદમાં સોમનાથ મંદિર પરિસરમાં મુલાકાત, તેમજ રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થશે.

1 / 5
ગીરસોમનાથ ખાતે આગામી તારીખ 17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં  સૌરાષ્ટ્ર-ગુજરાત અને તમિલનાડુની સાંસ્કૃતિક અનુબંધને ઉજાગર કરતા કાર્યક્રમમાં તમિલનાડુના મહેમાનોને આવકારવા ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તૈયારીઓ થઈ રહી છે.

2 / 5
સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે સદીઓ જૂનો સંબંધ છે. તામિલનાડુ રાજ્યમાં 25 લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય જૂની ઓળખ તેમજ પરંપરા અને વારસાને અકબંધ રાખી નિવાસ કરી રહ્યો છે. વર્ષોથી તમિલનાડુમાં વસેલા આ સૌરાષ્ટ્રવાસીઓ આજે પણ સૌરાષ્ટ્રના રિતીરિવાજ, લગ્ન વિધિ પરંપરા, યજ્ઞ, ભજન સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસાને જાળવીને પણ ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.

3 / 5
આ સમુદાયને ફરીથી ગુજરાત સાથે જોડવાના પ્રયત્નો 2005થી કરવામાં આવી રહ્યા હતા. અને 2010ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કર્યું હતું. પણ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આવો અભૂતપૂર્વ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પના અને તેમની જન સમુદાયને પોતાના મૂળ સાથે જોડવાની પરિકલ્પના આ કાર્યક્રમથી મૂર્તિમંત થવા જઈ રહી છે.

4 / 5
આ સૌરાષ્ટ્ર–તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતો જે આપણા સૌરાષ્ટ્ર અને ત્યાં પણ રમાય છે તેવી વિવિધ રમતો રમવાનુ આયોજન કરવામાં આવ્યું છે.  આ સાથે જ  બિઝનેસ, ટેક્સટાઇલ જેવા વિવિધ સેમીનારો પણ યોજવામાં આવશે. ઉપરાંત જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.

5 / 5
આગામી તા.17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત મહેમાનોની પ્રથમ બેચનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરાશે. બાદમાં સોમનાથ મંદિર પરિસરમાં મુલાકાત, તેમજ રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થશે. ઉપરાંત, આ મહેમાનોની ટીમ સાસણ ગીરની મુલાકાત તેમજ દ્વારકા-નાગેશ્વર-શિવરાજપુર બીચ સહિતના સ્થળોએ મુલાકાત લેશે. એક ટીમ સોમનાથમાં બે દિવસ અને પછીના દિવસે દ્વારકા જશે.
(ઇનપુટ ક્રેડિટ- ભાવેશ લશ્કરી)

આગામી તા.17 એપ્રિલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંતર્ગત મહેમાનોની પ્રથમ બેચનું વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સ્વાગત કરાશે. બાદમાં સોમનાથ મંદિર પરિસરમાં મુલાકાત, તેમજ રાત્રે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થશે. ઉપરાંત, આ મહેમાનોની ટીમ સાસણ ગીરની મુલાકાત તેમજ દ્વારકા-નાગેશ્વર-શિવરાજપુર બીચ સહિતના સ્થળોએ મુલાકાત લેશે. એક ટીમ સોમનાથમાં બે દિવસ અને પછીના દિવસે દ્વારકા જશે. (ઇનપુટ ક્રેડિટ- ભાવેશ લશ્કરી)

Published On - 9:48 pm, Fri, 14 April 23

Next Photo Gallery