
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ બેલપત્ર ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ સવારે ખાલી પેટે બેલપત્રનું સેવન કરી શકે છે. બેલપત્રામાં હાજર ફાઇબર અને અન્ય જરૂરી પોષક તત્વો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

બિલીપત્ર હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો છો, તો તેનાથી હૃદયની તંદુરસ્તી સુધરી શકે છે. નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.