
આ મહિને અદાણી ગ્રુપની કંપનીઓમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં અદાણી વિલ્મર 43 ટકા, અદાણી પાવર 64 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 25 ટકા, અદાણી ટોટલ ગેસ 42 ટકા અને અદાણી ટ્રાન્સમિશન 14 ટકા વૃદ્ધિ પામ્યા છે. અદાણી ગ્રુપની કંપનીઓમાં તેજીના કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં તેજી આવી છે.

Gautam Adani

અદાણી ગ્રુપની સ્થાપના વર્ષ 1988માં કરવામાં આવી હતી. તેની કુલ માર્કેટ કેપ 151 બિલિયન ડોલર છે. હાલમાં ગ્રુપની સાત કંપનીઓ લિસ્ટેડ છે. તેનો બિઝનેસ પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, રિન્યુએબલ એનર્જી, ગેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ (સીપોર્ટ, એરપોર્ટ, શિવિંગ અને રેલ), માઈનિંગ રિસોર્સિસ અને અન્ય ક્ષેત્રોમાં ફેલાયેલો છે. રિન્યુએબલ એનર્જી અંગે કંપનીની મોટી યોજના છે. કંપની આગામી કેટલાક વર્ષોમાં રિન્યુએબલ એનર્જીમાં 50-70 બિલિયન ડોલરનું જંગી રોકાણ કરવાની યોજના ધરાવે છે.