
ભગવાનને 108 પ્રકારના વિવિધ પ્રકારના વ્યંજનો-મિષ્ટાનનો રાજભોગ ધરાવવામાં આવ્યો. હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્રારા ભગવાન ચૈતન્ય મહાપ્રભુની લીલા વિષયવસ્તુ પર ખાસ નાટક “ નીતાઈ ગૌરાંગેર પ્રેમ“ ભજવવામાં આવ્યું હતું. ઉત્સવના અંતમાં અતિભવ્ય મહા આરતી પણ કરવામાં આવી હતી. ભગવાનને મહા અભિષેક દરમિયાન અર્પણ કરેલ ફૂલો ને ભક્તો ઉપર પ્રસાદ રૂપે વરસાવી, પુષ્પ હોળી પણ રમવા માં આવી જેનો બધા ભક્તોએ ખુબ આનંદ મેળવ્યો