
મહત્વનું છે કે ગત મહિને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ભાગ લીધો હતો અને આ યુનિવર્સિટી દેશને સમર્પીત કરી હતી.

ચીફ ઓફ આર્મી સ્ટાફે યુનિવર્સિટીમાં મુલાકાત દરમિયાન ઈન્ટરનલ સિક્યોરીટી ડિફેન્સ અને સ્ટ્રેટેજીક સ્ટડી સ્કૂલ દ્વારા તૈયાર કરાયેલી પુસ્તકનું વિમોચન કરી પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી. અને સ્કૂલ ઓફ આઈટીમાં બ્રીફીંગ કર્યું હતું. આ યુનિવર્સીટી દ્વારા દેશનાં ડિફેન્સની કામગીરીમાં કઈ રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે અંગે પણ ચર્ચા કરી હતી.