મહીસાગર જિલ્લાના 188 શિક્ષકો થયા નિવૃત્ત, શિક્ષણમંત્રીએ કહ્યું- નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે
ક્રિસ્ટલ સાયન્સ સ્કુલ લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના હસ્તે જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકો અને શાળાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.