
ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીર અને વાળમાંથી ભેજ દૂર થાય છે. આવી સ્થિતિમાં ત્વચા અને વાળ બંને ડ્રાય થઈ જાય છે. તેથી, તમારે નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ અને તે પણ માત્ર 7થી 8 મિનિટ સુધી જ, વધારે સમય ન લેવો જોઈએ.

વાળમાં તેલ લગાવવું સારું છે પરંતુ શેમ્પૂ કરવાના 1 કે 2 કલાક પહેલા જ વાળમાં તેલ લગાવવું જોઈએ. કારણ કે રાત્રે તેલ લગાવવું અને સવારે શેમ્પૂ કરવું વાળ માટે સારું નથી. આમ કરવાથી મૂળ નબળા પડી જાય છે અને વાળ તૂટવા લાગે છે.

શિયાળાની ઋતુમાં દરરોજ વાળ ધોવાથી વાળમાંથી કુદરતી તેલ દૂર થઈ શકે છે, જેના કારણે તમારા વાળ ડ્રાય અને ગૂંચવાયેલા થઈ જાય છે, તેથી શિયાળામાં તમારે તમારા વાળ અઠવાડિયામાં માત્ર બે વાર ધોવા જોઈએ.

હેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો