
Netflix એ તેના પ્લેટફોર્મને બહેતર બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. કંપનીએ નેટફ્લિક્સના ઇન્ટરફેસમાં નવી સર્ચ શ્રેણીને સરળ બનાવી છે. કંપનીએ એક બ્લોગ પોસ્ટ દ્વારા આ ઈન્ટરફેસની જાહેરાત કરી છે.

વયસ્કો અને બાળકોનું મેનૂ અને પ્રોફાઇલ પણ કેટેગરી હબ પર હવેથી ડાબી બાજુએ દેખાશે. આ સાથે, યુઝર્સની 3 ફેવરિટ કેટેગરી ટોપ પર જોવા મળશે, જે યુઝર્સ સામાન્ય રીતે જોવાનું વધુ પસંદ કરે છે.

Netflixની પોસ્ટ જણાવે છે કે, તેણે પૃથ્વી દિવસ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરમિયાન તેમના સંગ્રહને ક્યુરેટ કર્યો છે. નેટફ્લિક્સે કહ્યું છે કે યુઝર્સે એકવાર કેટેગરી હબ જોવી જોઈએ. તે જૂના વર્ઝન કરતાં વધુ આકર્ષક દેખાશે.

કંપનીએ ટુ થમ્પ અપ નામનું ફીચર પણ રજૂ કર્યું છે, જેની મદદથી યુઝર્સ નેટફ્લિક્સ પર લોકો દ્વારા ખૂબ જ પસંદ આવતી ફિલ્મો જોઈ શકશે. આ સાથે પ્લેટફોર્મ પર રેગ્યુલર લાઈક અને ડિસ લાઈકનું બટન પણ ઉપલબ્ધ હશે. કંપનીએ આ ફીચર યુઝર એક્સપીરિયન્સને બહેતર બનાવવા માટે રજૂ કર્યું છે.

આ અઠવાડિયું કંપની માટે ઘણું મુશ્કેલ રહ્યું છે. કંપનીએ હાલમાં જ જાહેરાત કરી હતી, જેમાં જણાવાયું હતું કે કંપનીને લગભગ 2 લાખ ગ્રાહકોમાં ઘટાડો જોવાનો હતો. ઉપરાંત, કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં એક સસ્તો પ્લાન રજૂ કરી શકે છે.
Published On - 9:06 pm, Fri, 22 April 22