
પુસ્તક બજાર પુસ્તકોને લગતા વૈકલ્પિક વ્યવસાયને પણ યોગ્ય વાતાવરણ પુરુ પાડી રહ્યું છે, જેમ કે બાઈન્ડિંગ અને પેપર સ્ક્રેપ. એક ભંગાર વિક્રેતા સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે અભ્યાસક્રમમાં ફેરફારને કારણે દરરોજ 1000 કિલોથી વધુ પુસ્તકો પસ્તી તરીકે આવે છે.

વાહનો અને લોકોની ભીડમાં પણ તમને એક અલગ જ શાંતિ મળશે, જે આ ડિજિટલ દુનિયામાંથી પર છે. શાળાના જૂના પુસ્તકો ખરીદવાનો આનંદ અનુભવતા હશો, ત્યાં જ આપને આનાથી એકદમ વિપરીત વાતાનુકૂલિત બુક સ્ટોરમાં ક્રિસ્પ શર્ટ સાથેનો એક અત્યાધુનિક બુકકીપર પણ પુસ્તક વેચતો જોવા મળી જશે.
Published On - 6:05 pm, Wed, 16 February 22