FIFA World Cup: વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ મેસી કે રોનાલ્ડો નહીં, આ સ્ટાર ખેલાડીના નામે

ફિફા વર્લ્ડ કપ 2026ની શરૂઆત પહેલા ફૂટબોલ જગતમાં એક રસપ્રદ રેકોર્ડ ચર્ચામાં છે. વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ લિયોનેલ મેસી કે રોનાલ્ડોના નામે નહીં પરંતુ ફ્રાન્સના સ્ટાર ફોરવર્ડ કિલિયન એમબાપ્પેના નામે નોંધાયેલો છે.

| Updated on: Jun 08, 2026 | 8:57 AM
1 / 13
ફૂટબોલની દુનિયામાં ફિફા વર્લ્ડ કપને સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટી સ્પર્ધા માનવામાં આવે છે. દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે પોતાના દેશ માટે વર્લ્ડ કપની ટ્રોફી જીતે અને ફાઇનલ જેવી સૌથી મોટી મેચમાં યાદગાર પ્રદર્શન કરે. હવે જ્યારે અમેરિકા, મેક્સિકો અને કેનેડાની સંયુક્ત યજમાનીમાં FIFA World Cup 2026નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ટૂર્નામેન્ટના અનેક ઐતિહાસિક રેકોર્ડ ફરી ચર્ચામાં આવ્યા છે.

2 / 13
આ વખતે વર્લ્ડ કપમાં 48 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ઘણા નવા રેકોર્ડ બનવાની અને જૂના રેકોર્ડ તૂટવાની શક્યતા છે. જોકે ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ હજુ પણ એક એવા ખેલાડીના નામે છે, જેને આધુનિક ફૂટબોલના સૌથી ખતરનાક ફોરવર્ડ્સમાં ગણવામાં આવે છે. આ ખેલાડી છે ફ્રાન્સનો સ્ટાર કિલિયન એમબાપ્પે (Kylian Mbappé).

3 / 13
વર્લ્ડ કપના 90 વર્ષથી વધુ લાંબા ઇતિહાસમાં અનેક મહાન ખેલાડીઓએ પોતાની છાપ છોડી છે. પેલે, ડિએગો મેરાડોના, ઝિનેદિન ઝિદાન, રોનાલ્ડો અને લિયોનેલ મેસી જેવા દિગ્ગજોએ વિશ્વ ફૂટબોલને નવી ઓળખ આપી છે. તેમ છતાં, ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ એમબાપ્પેના નામે નોંધાયેલો છે.

4 / 13
એમબાપ્પેએ અત્યાર સુધી માત્ર બે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. 2018ના રશિયા વર્લ્ડ કપમાં તેણે ફ્રાન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્રોએશિયા સામે રમાયેલી ફાઇનલમાં તેણે એક ગોલ કરીને પોતાની ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું.

5 / 13
ત્યારબાદ 2022ના કતાર વર્લ્ડ કપમાં પણ ફ્રાન્સ ફાઇનલ સુધી પહોંચ્યું. આ વખતે સામે હતી લિયોનેલ મેસીની આર્જેન્ટિના. આ મેચને વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી રોમાંચક ફાઇનલમાં ગણવામાં આવે છે.

6 / 13
આ મુકાબલામાં એમબાપ્પેએ એકલા હાથે હેટ્રિક ફટકારી હતી અને મેચને અંતિમ ક્ષણ સુધી જીવંત રાખી હતી. આ ત્રણ ગોલ સાથે તેના વર્લ્ડ કપ ફાઇનલમાં કુલ ગોલની સંખ્યા ચાર થઈ ગઈ, જે એક નવો વિશ્વ રેકોર્ડ છે.

7 / 13
ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે બ્રાઝિલના પેલે અને વાવા તેમજ ફ્રાન્સના ઝિનેદિન ઝિદાન આવે છે.

8 / 13
આ ત્રણેય ખેલાડીઓએ ફાઇનલમાં ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા.

9 / 13
જ્યારે લિયોનેલ મેસી અને બ્રાઝિલના મહાન સ્ટ્રાઇકર રોનાલ્ડોએ ફાઇનલમાં બે-બે ગોલ નોંધાવ્યા છે.

10 / 13
ખાસ વાત એ છે કે વર્લ્ડ કપ ફાઇનલમાં હેટ્રિક નોંધાવવી ખૂબ જ દુર્લભ સિદ્ધિ માનવામાં આવે છે. એમબાપ્પે પહેલાં આ કારનામું માત્ર ઇંગ્લેન્ડના જેફ હર્સ્ટે 1966ની ફાઇનલમાં કર્યું હતું.

11 / 13
એમબાપ્પેએ 56 વર્ષ જૂના આ ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરીને પોતાના નામને ફૂટબોલના મહાન ખેલાડીઓની યાદીમાં સામેલ કરાવ્યો હતો.

12 / 13
હવે તમામની નજર FIFA World Cup 2026 પર છે. જો એમબાપ્પે ફરી એક વખત ફ્રાન્સને ફાઇનલ સુધી પહોંચાડવામાં સફળ રહે છે, તો તેની પાસે પોતાના જ રેકોર્ડને વધુ મજબૂત બનાવવાની તક રહેશે.

13 / 13
બીજી તરફ, વિશ્વના અન્ય સ્ટાર ખેલાડીઓ પણ નવા કીર્તિમાન સ્થાપિત કરવા માટે તૈયાર છે. પરંતુ હાલમાં તો વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો તાજ કિલિયન એમબાપ્પેના માથે જ શોભી રહ્યો છે. 
(All Image Credit Source: Social Media)

બીજી તરફ, વિશ્વના અન્ય સ્ટાર ખેલાડીઓ પણ નવા કીર્તિમાન સ્થાપિત કરવા માટે તૈયાર છે. પરંતુ હાલમાં તો વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ ગોલ કરવાનો તાજ કિલિયન એમબાપ્પેના માથે જ શોભી રહ્યો છે. (All Image Credit Source: Social Media)

Follow Us