NHAIનો નવો આદેશ: વાહનનો નંબર અને FASTag અલગ-અલગ હશે તો ફાસ્ટેગ થશે બંધ, ગાડી મુકાશે ‘બ્લેક લિસ્ટ’ માં, જાણો બચવા માટે શું કરવું

હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. NHAI એ ફાસ્ટેગ ડેટામાં થતી હેરાફેરી રોકવા માટે તમામ બેંકોને કડક સૂચના આપી છે. જો તમારા ફાસ્ટેગમાં ગાડીના નંબરને લઈને કોઈ વિસંગતતા હશે, તો ટોલ પ્લાઝા પર તમારી મુશ્કેલી વધી શકે છે. શું છે આ આખું મિશન? વાંચો અહીં.

| Updated on: Apr 16, 2026 | 2:35 PM
1 / 5
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે જારી કરાયેલા નિર્દેશ મુજબ, હવે જો વાહનનો રજીસ્ટ્રેશન નંબર અને ફાસ્ટેગમાં નોંધાયેલો નંબર એકબીજા સાથે મેચ નહીં થાય, તો તે ફાસ્ટેગને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.

2 / 5
કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?: ટોલ પ્લાઝા પર એવી ઘણી ફરિયાદો મળી હતી કે ફાસ્ટેગ રીડર અને વાહનનો નંબર મેળ ખાતો નથી. ઘણા કિસ્સાઓમાં ડેટામાં હેરાફેરી જોવા મળી છે. NHAI એ નોંધ્યું છે કે જૂના ફાસ્ટેગ જે મેન્યુઅલ પ્રોસેસથી ઇશ્યૂ થયા હતા, તેમાં વાહનના ડેટાબેઝ સાથે અનેક વિસંગતતાઓ છે. આ સિસ્ટમમાં રહેલા 'લીકેજ' ને રોકવા માટે હવે ક્રોસ-વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

3 / 5
બેંકોને અપાયું અલ્ટીમેટમ: NHAI એ તમામ ફાસ્ટેગ જારી કરતી બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ વાહન રજીસ્ટ્રેશન નંબર (VRN) નું વેરિફિકેશન તાત્કાલિક પૂર્ણ કરે. બેંકોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે જે નંબર પર ફાસ્ટેગ લેવામાં આવ્યો છે, તે જ વાહન પર તેનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં. જો તપાસમાં કોઈ પણ પ્રકારની ગરબડ જણાશે, તો તે ફાસ્ટેગ એક ક્ષણના પણ વિલંબ વગર બ્લોક કરી દેવાશે.

4 / 5
આગામી પ્લાન: મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF): સરકાર આગામી સમયમાં દેશમાં 'મલ્ટી-લેન ફ્રી ફ્લો' (MLFF) જેવી આધુનિક ટોલિંગ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે. આ સિસ્ટમમાં વાહનોએ ટોલ પર ઉભા રહેવાની જરૂર નહીં પડે, પરંતુ તે માટે ફાસ્ટેગ અને ગાડીના નંબરનું મેપિંગ 100% સચોટ હોવું જરૂરી છે. આ ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને જ આ કડક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

5 / 5
વાહન ચાલકોએ શું ધ્યાન રાખવું?: જો તમે તમારી ગાડી બદલી હોય અને જૂનું ફાસ્ટેગ નવી ગાડીમાં વાપરતા હોવ અથવા તમારા ફાસ્ટેગ રજીસ્ટ્રેશનમાં ભૂલ હોય, તો તેને તાત્કાલિક સુધારી લેવી હિતાવહ છે. અન્યથા હાઈવે પર મુસાફરી કરતી વખતે તમારો ફાસ્ટેગ કામ કરતો બંધ થઈ જશે અને તમારે બમણો ટોલ અથવા દંડ ભરવો પડી શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.