
આ યોજના અંતર્ગત જો ખેડૂતો 3 વર્ષ સુધી છોડને જીવંત રાખે છે, તો વન વિભાગ દરેક છોડ માટે 70 રૂપિયાની વધારાની સબસિડી આપે છે. જો કોઈ ખેડૂત 500 છોડને 3 વર્ષ સુધી જીવંત રાખે છે તો વન વિભાગ દ્વારા 35,000 રૂપિયા આપવામાં આવશે.

આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જુદા-જુદા જિલ્લાઓમાં છોડના વિતરણ માટે વેચાણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.