
એવા પણ સમાચાર છે કે બંનેએ મુંબઈમાં જ એક 5 સ્ટાર હોટેલ બુક કરી છે અને બંને ત્યાં લગ્ન કરશે. આ સાથે બંને બોલિવૂડના લોકપ્રિય ફેશન ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટ જ પહેરશે.

ફરહાનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ તુફાનમાં જોવા મળ્યો હતો. હવે તે જી લે ઝરા ફિલ્મ લઈને આવી રહ્યો છે. તે આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે જેમાં પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં છે.