
તમને જણાવી દઈએ કે શિબાની અને ફરહાન ઘણા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. બંને એકબીજા સાથે ફોટા શેર કરતા રહે છે. કામમાંથી બ્રેક લીધા પછી પણ બંને વેકેશન પર જતા રહે છે.

ફરહાનની દીકરીઓ પણ શિબાનીની ખૂબ નજીક છે. એટલું જ નહીં, જાવેદ અખ્તર પણ શિબાનીને પોતાની વહુ બનાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, શિબાની સારી છોકરી છે અને અમે બધા તેને પસંદ કરીએ છીએ.