
તેણે આગળ કહ્યું “એકલા બહાર નીકળવુ સહેલું છે. પરંતુ કોઈને તમારી સાથે ખેંચીને બહાર કાઢવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ 5-10 મિનિટ સુધી સંઘર્ષ કર્યો પછી મદદ માટે કોઈ આવ્યું. જોકે તે આ સમય દરમિયાન નજીકમાં તરીને 5 લોકોના પરિવારે અમને બચાવ્યા. અમે બંને સારા તરવૈયા છીએ, પરંતુ ક્યારેક પરીક્ષા લેવાઈ જાય છે.”

રણવીર અલ્હાબાદિયાએ વધુમાં જણાવ્યું કે, તે ઘણુ બધુ પાણી પી ગયો હતો, જેના પછી તે બેહોશ થવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે મદદ માટે બૂમો પાડવા લાગ્યો . આ દરમિયાન તેને IPS અધિકારી અને તેની પત્નીએ બચાવી લીધો. જે બદલ તેણે તેમનોનો આભાર માન્યો હતો.

રણવીરે ગોવાથી તેની ગર્લફ્રેન્ડની સાથે તસવીર શેર કરી છે. જોકે તેનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે નિક્કી શર્માને ડેટ કરી રહ્યો છે.

નિક્કી એક ટીવી અભિનેત્રી છે અને ઘણા ટીવી શોમાં જોવા મળી છે. તે 'શિવ શક્તિ', 'માઈન્ડ ધ મલ્હોત્રા', 'જન્મ જન્મ' શોમાં જોવા મળી છે. આ બંનેના ઈંગ્લેન્ડ પ્રવાસની તસવીરો પણ સામે આવી હતી.