
iPhone 6 ચાર સ્ટોરેજ વિકલ્પોમાં લોન્ચ કરવામાં આવ્યો હતો - 16 GB, 32 GB, 64 GB અને 128 GB. તેનું વજન 129 ગ્રામ છે. ફોનનું ડિસ્પ્લે 4.7 ઇંચ છે, જે IPS ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.

આ મોડેલમાં 64-બીટ આર્કિટેક્ચર સાથે A8 ચિપ આપવામાં આવી હતી. આ સિવાય 8 મેગાપિક્સલનો iSight કેમેરા પણ આપવામાં આવ્યો હતો. તેનો ફ્રન્ટ કેમેરો 1.2 મેગાપિક્સલનો છે. આ iPhone iOS 9 ઓપરેટિંગ સપોર્ટ સાથે આવ્યો છે.

iPhone 6 ને 17 ઓક્ટોબર 2014 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો અને ભારતમાં તેની કિંમત રૂ 53,500 થી શરૂ થઈ હતી. હવે એપલે તેનું વેચાણ બંધ કરી દીધું છે, તમે તેને રિફર્બિશ્ડ અથવા સેકન્ડ હેન્ડ યુનિટ તરીકે ખરીદી શકો છો.
Published On - 11:57 am, Thu, 12 September 24