
ઊંઝા એપીએમસી દ્વારા પણ આ મુદ્દે અવારનવાર તપાસ કરી ઊંઝા નું નામ ના બગડે તેની તકેદારી રાખવામાં આવે છે પરંતુ છતાં એ ક્યાંક ને ક્યાંક રૂપિયા કમાઈ લેવાની લ્હાયમાં હલકી ગુણવત્તા વાળી વરિયળી ઉપર ગોળની રસી અને પાવડર ચડાવી તેનું જીરું બનાવી બીજા રાજ્યો કે દેશોમાં મોકલી દેતા હોય છે અને આખરે નામ ઉંઝાનું ખરાબ થાય છે.

મકાઈનો લોટ અને ગોળની રસી ચડાવેલ વરિયાળી પશુ આહાર હોવાનો ફેકટરી માલિકે દાવો કર્યો હતો

ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ જીરાના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઊંઝાના ગંગાપુર રોડ પર પકડાયેલ શંકાસ્પદ જીરું મામલે પણ ફેકટરી માલિક કહે છે કે પશુના દાણ માટે બનાવ્યું છે તો અધિકારી કહે છે સેમ્પલ રિપોર્ટ બાદ માલુમ પડે કે સાચું શું છે
Published On - 10:25 pm, Wed, 13 December 23