
રેમન્ડ ગ્રૂપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું - આ દિવાળી પહેલા જેવી નહીં હોય. હું માનું છું કે નવાઝ અને હું અહીંથી અલગ-અલગ રસ્તો અપનાવીશું. સિંઘાનિયાએ વધુમાં જણાવ્યું હતું કે 32 વર્ષ સુધી દંપતી તરીકે સાથે રહેતાં, માતા-પિતા તરીકે વધતાં અને હંમેશા એકબીજાની તાકાત બની રહ્યાં… અમે પ્રતિબદ્ધતા, નિશ્ચય અને વિશ્વાસ સાથે આગળ વધ્યા અને અમારા જીવનની બે સૌથી સુંદર વસ્તુઓ (બાળકો) પણ આવી.

તેણે આગળ કહ્યું કે હું તેમનાથી અલગ થઈ રહ્યો છું, પરંતુ અમે અમારા બે કિંમતી હીરા - નિહારિકા અને ન્યાસા માટે સારા ભવિષ્ય વિષે કામ કરીશું. સિંઘાનિયાએ આગળ લખ્યું કે આ વ્યક્તિગત નિર્ણયનું સન્માન કરો અને ચાલો આપણે સંબંધોના તમામ પાસાઓને ઉકેલી લઈએ. આ સમયે હું સમગ્ર પરિવાર માટે તમારી શુભકામનાઓ ઈચ્છું છું.

ગાર્મેન્ટ સંબંધિત રેમન્ડ ગ્રૂપના ગૌતમ સિંઘાનિયાની નેટવર્થ આશરે રૂ. 11,000 કરોડ હોવાનું કહેવાય છે. તેને ફાસ્ટ કાર ડ્રાઈવનો શોખ છે. સિંઘાનિયા થોડા વર્ષો પહેલા પિતા વિજયપત સાથેના ઝઘડાને કારણે સમાચારમાં હતા. તમને જણાવી દઈએ કે વિજયપત સિંઘાનિયાએ રેમન્ડ ગ્રુપની સ્થાપના કરી હતી.

ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાના છૂટાછેડા થવાની વાત હાલમાં ખૂબ ચર્ચામાં છે. અગાઉ દિવાળી દરમિયાન ફેમિલી ફંક્શનમાં જવા દેવામાં ન આવતાં ઘણો મોટો હોબાળો થયો હતો. નવાઝે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હવે નવાઝ મોદીએ છૂટાછેડા માટે ગૌતમ સિંઘાનિયાની 11,660 કરોડની સંપત્તિમાંથી 8745 કરોડ રૂપિયાની માગણી કરી છે. પણ ગૌતમ સિંઘાનિયાએ પણ કેટલીક શરત રાખી હતી.

ગૌતમ સિંઘાનિયાને 8 વર્ષ સુધી પ્રખ્યાત સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી ડેટ કર્યા બાદ 1999માં લગ્ન કર્યા. નવાઝ મોદીએ પિતાના નિર્ણયની વિરુદ્ધ જઈને ગૌતમ સિંઘાનિયા સાથે લગ્ન કર્યા. પિતાએ પણ દીકરીની ઈચ્છા સામે ઝૂકવું પડ્યું હતું. નવાઝ અને ગૌતમને બે પુત્રીઓ નિસા અને નિહારિકા છે. નવાઝ પારસી પરિવારમાંથી આવે છે. તેની પાસે તેના પિતાની જેમ કાયદાની ડિગ્રી છે. જોકે, તેણે ક્યારેય કાયદાનો અભ્યાસ કર્યો નથી. મહત્વનુ છે કે Pilates અને Gyrotonics સ્ટુડિયો ખોલનાર નવાઝ ભારતમાં પ્રથમ મહિલા છે.
Published On - 7:27 pm, Fri, 29 December 23