Environment : તમે પહેરેલું જીન્સ પણ છે પર્યાવરણ માટે ખતરનાક, જાણો કઇ રીતે ?

|

Jun 06, 2021 | 7:38 PM

આપણે જે જીન્સ (Denim jeans) હોંશે હોંશે પહેરીએ છીએ તેને બનાવવા માટે હજારો લિટર પાણીનો વેડફાટ થાય છે. અને તેને બનાવવાની પ્રક્રિયા દરમિયાન પ્રદૂષણ પણ ફેલાય છે.

1 / 6
જો તમે એક જીન્સ ખરીદી રહ્યા છો તો સમજી લો કે તમે પર્યાવરણને નુક્શાન પહોંચાડી રહ્યા છો. કારણ કે, જીન્સ બનાવવાની જે પ્રક્રિયા છે તે ખૂબ જ લાંબી છે અને આ પ્રક્રિયામાં પર્યાવરણના સંશાધનોને નુક્શાન પહોંચી રહ્યુ છે. એવામાં જાણો કે એક જીન્સ કઇ રીતે પર્યાવરણને નુક્શાન પહોંચાડે છે.

2 / 6
જીન્સ આપણા રોજીંદા જીવનનો એક ભાગ છે. જીન્સ દરેક લોકોની પહેલી પસંદ છે. ભાગ્યે જ કોઇ એવુ હશે કે જેને જીન્સ પહેરવુ પસંદ નથી. જીન્સની ખાસ વાત એ છે કે, છોકરી હોય કે છોકરો બધા જ જીન્સ પહેરે છે એટલે જ બજારમાં તેની માગં પણ વધુ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જે જીન્સનો ઉપયોગ આપણે હોંશે હોંશે કરીએ છીએ તે પર્યાવરણ માટે કેટલું ખતરનાક છે ?

3 / 6
એક જીન્સ ખરીદવાનો મતલબ છે કે તમે 21 કલાક માટે પાણીનો નળ ચાલુ કરીને તેને છોડી દીધો. એવુ એટલા માટે કારણ કે ડેનિમનું કપડું બનાવવા માટે કોટનની જરૂર પડે છે અને કોટન બનાવવા માટે મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે.

4 / 6
જો હિસાબ લગાવીએ તો એક જીન્સ તૈયાર કરવા માટે 10 હજાર લીટર પાણીનો ઉપયોગ થાય છે. જે પાણીની અછતના સંકટને વધારે છે.

5 / 6
પાણીના વેડફાટની સાથે જીન્સ પર્યાવરણને સીધી રીતે પણ નુક્શાન પહોંચાડે છે. જીન્સ ઇન્ડસ્ટ્રી હવે પર્યાવરણ સંકટનો એક ભાગ બની ગઇ છે. એક જોડી જીન્સ વાયુમંડળમાં લગભગ 33 કિલોગ્રામ 
કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. જે કાર લઇને એક હજાર કિલોમીટરથી વધુના પ્રવાસ દરમિયાન થતા પ્રદૂષણ જેટલું છે.

પાણીના વેડફાટની સાથે જીન્સ પર્યાવરણને સીધી રીતે પણ નુક્શાન પહોંચાડે છે. જીન્સ ઇન્ડસ્ટ્રી હવે પર્યાવરણ સંકટનો એક ભાગ બની ગઇ છે. એક જોડી જીન્સ વાયુમંડળમાં લગભગ 33 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. જે કાર લઇને એક હજાર કિલોમીટરથી વધુના પ્રવાસ દરમિયાન થતા પ્રદૂષણ જેટલું છે.

6 / 6
જીન્સ બનાવતી ફેક્ટરીઓમાંથી નિકળતા પ્રદૂષિત પાણીને નદીમાં છોડાતા નદીનું પાણી પણ પ્રદૂષિત થાય છે. તમે ઔદ્યોગિક વિસ્તારની આસપાસ નદીઓના હાલ જોશો તો તમને પાણીમાં મોટા પ્રમાણે ફીણા અને રંગોનું પ્રદૂષણ જોવા મળશે.

Next Photo Gallery