ટ્ર્ક-ટેન્કર ચાલકની હડતાળની અસર જોવા મળી પેટ્રોલ પંપ પર, જુઓ વાહનચાલકોની લાંબી કતારના ફોટા

|

Jan 02, 2024 | 3:55 PM

દેશમાં લાગુ થયેલા હિટ એન્ડ રન કેસના નવા કાયદાનો ટ્રક ચાલકો ભારે વિરોધ કરી રહ્યાં છે. હિટ એન્ડ રન કેસમાં જો કોઈ ડ્રાઈવર અકસ્માત કરીને ભાગી છુટે અને અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ મૃત્યુ પામે તો વાહનચાલકને 10 વર્ષની સજાની જોગવાઈ દાખલ કરાઈ છે. આ નવી જોગવાઈનો ટ્ર્ક ચાલકો વિરોધ કરીને હડતાળ પર ઊતર્યાં છે. જેની સીધી અસર શહેરી વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ પંપ ઉપર જોવા મળી છે. જુઓ શહેરી વિસ્તારના પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા માટે લાગેલી કતારની આ તસવીરો.

1 / 5
હિટ એન્ડ રન કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજાનો કાયદો આવતા જ ટ્રક, ટેન્કર ચાલકોએ હડતાળ પાડી છે. જેની અસર જીવનજરૂરી ચીજવસ્તુઓ અને પેટ્રોલ ડીઝલના પુરવઠા પર જોવા મળી છે.

2 / 5
પંજાબના અમૃતસરમાં ટ્રક અને ટેન્કર ચાલકોની હડતાળને પગલે, પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા માટે વાહનચાલકોની કતાર લાગી છે.

3 / 5
પેટ્રોલપંપ ઉપર સૌથી વધુ ભીડ દ્વિચક્રી વાહનચાલકોની જોવા મળી છે.

4 / 5
કેટલાક લોકોએ તો કેરબા કે બોટલમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે લાઈન લગાવી હતી.

5 / 5
અમુક પેટ્રોલપંપ ઉપર તો પેટ્રોલ અને ડીઝલ ભરાવવાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ( સૌજન્ય, તમામ ફોટા- પીટીઆઈ)

Next Photo Gallery