
આદુ સાથે ગોળ : આ ઋતુમાં લોકો વારંવાર આદુ ખાવાની સલાહ આપે છે અને જો તમે વારંવાર શરદી અને ઉધરસની સમસ્યાથી રહેતી હોય તો તમારે આદુ અને ગોળ ખાવો આના માટે તમે સૂઠ પાવડર અને ગોળની ગોળીઓ બનાવી શકો છો

હળદર સાથે ગોળ : સામાન્ય રીતે શરીરને ગરમ રાખવા માટે હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તમે તેની સાથે ગોળ મિક્ષ કરીને પણ લઈ શકો છો. તેનાથી ગળાની ઘણી સમસ્યામાં રાહત મળે છે તેમજ ઉધરસ અને પણ મટી જાય છે.

ઘી સાથે ગોળ : ઘી એક સુપરફૂડ છે અને ભોજનનો સ્વાદ વધારવાની સાથે તે તમને બીમારીઓથી બચાવે છે. જો કે, લોકો ઘીનો ઉપયોગ ઘણી રીતે ખોરાકમાં કરે છે. પરંતુ તમે જમ્યા પછી ઘી અને ગોળનું મિશ્રણ ખાઈ શકો છો, તે ચયાપચયને વેગ આપે છે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.

તુલસી સાથે ગોળ : તુલસીના પાનમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઋતુમાં લોકો વારંવાર ઉધરસ અને શરદીથી પીડાય છે, આવી સ્થિતિમાં તમે તેનાથી રાહત મેળવવા માટે તુલસીની ચા બનાવી ગોળને તેમાં સામેલ કરી પી શકો છો.
Published On - 3:07 pm, Fri, 24 November 23