
તમારા આહારમાં ફાઈબરયુક્ત સફરજનનો સમાવેશ કરો. તેમાં કુદરતી ખાંડ હોય છે. સફરજન ખાવાથી ન માત્ર સ્ટેમિના વધે છે પણ તમે લાંબા સમય સુધી એનર્જેટિક પણ રહી શકશો.

તમે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કેરી ખાઈ શકો છો. મેંગો શેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. મેંગો શેક પીવાથી એનર્જી પણ વધે છે.

તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરો. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે. તેમજ આ ફળ શરીર કે હાથ પગમાં આવેલ સોજો પણ ઓછો કરે છે.

કીવીમાં વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે. કીવી તમારું એનર્જી લેવલ વધારે છે.