અંજારના વરસાણામાં ઈ-રીક્ષાની બેટરીમાં બ્લાસ્ટ, 27 રીક્ષા બળીને ખાખ, લાખોનું નુક્સાન

|

May 10, 2022 | 1:26 PM

ઉલ્લેખનીય છે કે, એક મહીના પહેલા કુલ 20 ઈલેક્ટ્રીક સ્કૂટર્સ ( electric scooters) આગની ઘટનામાં બળીને ખાખ થયા હતા. આ સ્કુટર્સને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હતા ત્યારે આગ લાગવાની ઘટના બની હતી

1 / 6
અંજારના વરસાણા નજીક 27 ઈ-રીક્ષા (E-rickshaw) બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમીક તપાસમા એક રીક્ષામા બેટરીમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનુ તારણ સામે આવ્યું છે. જેમાં લાખોનું નુક્સાન થયું છે.

2 / 6
પોલીસ મથકમાંથી મળતી માહીતી મુજબ રવિવારે રાત્રિના 3 વાગ્યાની આસપાસ આ આગની ઘટના બની હતી. અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાં સ.નં. 208/1 ની જમીન જે શંભુભાઈ ઝરૂનું ખેતર છે જે અગ્રવાલ રાઈડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર દ્વારા પાર્કિંગ માટે ભાડે રાખવામાં આવેલી છે, જેમાં કંપનીના સિક્યુરિટી ગાર્ડે રાત્રિના 3 વાગ્યે મેનેજરને ફોન કરીને જાણ કરી કે, બેટરીમાં ધડાકો થવાથી ઈ રીક્ષામાં આગની ઘટના બની છે.

3 / 6
ઘટનાની જાણ થતા કંપનીના મેનેજર  ઘટનાસ્થળે પહોચ્યા હતા. તેમજ ફાયર બ્રિગેડનો કાફલો પણ પહોચ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે, 27 ઈ-રીક્ષાઓ આ આગની ઝપેટમાં આવી હતી. આ રીક્ષાની કિંમત 30 લાખ જેટલી છે. આ ઘટનાની આગળની તપાસ અંજાર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

4 / 6
પર્યાવરણને બચાવવાના હેતુથી અને વધતા જતા પેટ્રોલના ભાવને ધ્યાનમાં રાખીને બેટરી સંચાલિત વાહનો પર ચોક્કસપણે ભાર મુકવામાં આવી રહ્યો છે. પરંતુ તાજેતરમાં ઈલેક્ટ્રીક વ્હીકલમાં આગ લાગવાના ઘણા બનાવો સામે આવ્યા છે. જેનાથી લોકોમાં એક ચિંતા પણ જોવા મળી રહી છે.

5 / 6
ઉલ્લેખનીય છે કે, એક મહીના પહેલા કુલ 20 ઈલેક્ટ્રીક સ્કૂટર્સ આગની ઘટનામાં બળીને ખાખ થયા હતા. આ સ્કુટર્સને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા હતા ત્યારે આગ લાગવાની ઘટના બની હતી.

6 / 6
એક પછી એક આગ લાગવાની ઘટના સામે આવતા સરકારે પણ નોંધ લીધી હતી અને ઈ- વ્હીકલ બનાવતી કંપનીઓ પાસે જવાબ પણ માંગ્યો હતો. અને કહ્યું હતું કે, સરકાર ટૂંક સમયમાં ઈલેકટ્રિક વાહનો માટે ચોક્કસ માર્ગદર્શિકા બહાર પાડશે.

Next Photo Gallery