HBD Drashti Dhami: ઘણા વર્ષો સુધી સંબંધ છુપાવ્યા બાદ દ્રષ્ટિએ ટીવી પર બધાની સામે નીરજ સાથેનો પ્રેમ કર્યો હતો વ્યક્ત, જાણો બંનેની લવસ્ટોરી
જ્યારે દ્રષ્ટિ ધામી (Drashti Dhami) નીરજ સાથે રિલેશનશિપમાં હતી, ત્યારે એક્ટ્રેસે પોતાના રિલેશનશિપ વિશેની વાત લાંબા સમય સુધી છુપાવી હતી. આટલું જ નહીં તે પોતાને સિંગલ કહેતી હતી.
1 / 5
આજે દ્રષ્ટિ ધામીનો બર્થડે છે. એક્ટ્રેસના જન્મદિવસ પર અમે તેના અને નીરજની લવ સ્ટોરી વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસનું જીવન હંમેશા ચર્ચામાં રહ્યુંછે. પરંતુ દ્રષ્ટિ ધામીએ પ્રયાસ કર્યો કેતેની લાઈફ હંમેશા પર્સનલ હોવી જોઈએ. નીરજ સાથે 6 વર્ષથી રિલેશનશિપમાં હોવા છતાં દ્રષ્ટિએ ક્યારેય તેના વિશે વાત કરી ન હતી. તેણે ક્યારેય તેમના સંબંધો વિશે કશું કહ્યું નથી. તે નીરજ સાથે અંગત રીતે ખુશ રહેતી હતી.
2 / 5
લાંબા સમયથી પોતાને સિંગલ ગણાવ્યા બાદ દૃષ્ટિએ આખરે ખુલાસો કર્યો કે તે રિલેશનશિપમાં છે. ઝલક દિખલાજા શો દરમિયાન અભિનેત્રીએ નીરજ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જો કે તેમનો પ્રેમ વ્યક્ત કરતા પહેલા બંનેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
3 / 5
દ્રષ્ટિ અને નીરજની સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. એવા અહેવાલો હતા કે બંને સંબંધોનો અંત લાવવા માગે છે અને અલગ-અલગ રસ્તા અપનાવી લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે દ્રષ્ટિના કામને કારણે તેમના લગ્ન વારંવાર સ્થગિત કરવામાં આવી રહ્યા હતા અને તેના કારણે બંને વચ્ચે સમસ્યાઓ સર્જાઈ હતી.
4 / 5
જો કે આ તમામ અહેવાલોને અવગણીને બંનેએ મુંબઈમાં લગ્ન કરી લીધા હતા. બંનેના લગ્નમાં ટીવી ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.
5 / 5
લગ્ન પછી આવેલા બદલાવ અંગે દૃષ્ટિએ કહ્યું હતું કે, મને કોઈ મોટા ફેરફારનો અનુભવ થયો નથી. મારા સાસરિયાઓએ ખૂબ જ સપોર્ટ કર્યો. મારા પતિ હંમેશા મારી સાથે હતા. હવે હું પરિવાર સાથે વધુને વધુ સમય વિતાવું છું, લગ્ન પછી મારામાં આ પરિવર્તન આવ્યું છે અને હા મેં ઘણું ખાવાનું શરૂ કર્યું છે. જ્યારે કોઈ મારા વધતા વજન વિશે ટિપ્પણી કરે છે ત્યારે હું કહું છું કે આ લગ્ન પછીની ચમક છે.