Phone Tips : ચાર્જિંગ માંથી કાઢતા જ ઉતરવા લાગે છે ફોનની બેટરી? તો ફોલો કરો આ ટિપ્સ

દરેક સ્માર્ટફોન યુઝર ચોક્કસપણે તેમના મોબાઈલની બેટરી જલદી ઉતરી જવાની સમસ્યાનો સામનો કરે છે. ઘણી વખત આપણી ભૂલોને કારણે સ્માર્ટફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે. આવો તમને કેટલીક ટિપ્સ જણાવીએ જેના દ્વારા તમે તમારા ફોનની બેટરી ઝડપથી ઉતરતા અટકાવી શકો છો

| Updated on: Apr 21, 2024 | 4:18 PM
4 / 7
ડિસ્પ્લે બ્રાઇટનેસ સેટ કરો : ઘણા લોકો તેમના ફોનમાં ડિસ્પ્લેની બ્રાઇટનેસ એકદમ ફુલ એટકે વધારે રાખે છે. હાઈ બ્રાઈટનેસને કારણે બેટરીનો વપરાશ વધે છે અને તમારી  બેટરી ઝડપથી ઉતરવા લાગે છે. તમે ઓટો બ્રાઈટનેસનો વિકલ્પ રાખી શકો છો.

5 / 7
જ્યારે જરૂર ન હોય ત્યારે ડેટા બંધ રાખો : આજકાલ ઈન્ટરનેટનો વ્યાપક ઉપયોગ થાય છે. ઘણા લોકો દિવસભર તેમના ફોનમાં ડેટા ઓન રાખે છે. 4G-5G નેટવર્ક વધુ બેટરી વાપરે છે. જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કામ નથી તો તમારો ડેટા બંધ રાખો, તેનાથી બેટરી બેકઅપમાં ફરક પડશે.

6 / 7
લોકેશન બંધ રાખો: ઘણી વખત આપણને ખબર હોતી નથી અને આપણા ફોનમાં લોકેશન ચાલુ જ રહે છે. જો તમે લોકેશન પણ ચાલુ રાખો છો, તો તે ઝડપથી બેટરીને ઉતરે છે. લોકેશન ઓન હોવાને કારણે, અમારી એક્ટિવિટી સતત ટ્રેક કરવામાં આવે છે જેના કારણે બેટરીનો વપરાશ નોંધપાત્ર રીતે વધે છે.આથી લોકેશન બંધ રાખો

7 / 7
બેકગ્રાઉન્ડ એપ્લિકેશન બંધ કરો : સતત એપ્લિકેશન ચલાવવાને કારણે બેટરી બેકઅપ પણ ઘટવા લાગે છે. ઘણી વખત એવું બને છે કે આપણે અલગ-અલગ હેતુઓ માટે અલગ-અલગ એપ્સ ખોલીએ છીએ અને પછી તેને સીધા ડિસ્પ્લેમાંથી હટાવી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે તે એપ્સ બેકગ્રાઉન્ડમાં ખુલ્લી રહે છે અને દિવસભર આપણા ફોનની બેટરીનો વપરાશ કરે છે. તેથી, જ્યારે પણ તમે કોઈપણ એપ ખોલો, તેને સંપૂર્ણપણે બંધ કરવાનું ભૂલશો નહીં.