શું 3 વ્હીલર અને 4 વ્હીલરની જેમ વિમાનમાં પણ હોય છે રિવર્સ ગિયર ? જાણો કેવી રીતે વિમાન જાય છે રિવર્સ, જુઓ તસવીરો
આપણે મોટાભાગે બધાને વિમાનમાં બેસવાનો શોખ હોય છે. તો કેટલાક લોકો વારંવાર વિમાનમાં મુસાફરી કરતા હોય છે. ત્યારે અનેક સવાલો ઉભા થાય છે. તેમાંથી એક સવાલ એ છે કે 3 વ્હીલર અને 4 વ્હીલરની જેમ વિમાનમાં રિવર્સ ગિયર હોય છે કે નહીં ? આ અંગે જાણીશું.
1 / 6
ઓટો કંપનીઓ દ્વારા 3 અને 4 વ્હીલર વાહનોમાં રીવર્સ ગિયર આપવામાં આવે છે. જેનાથી તમે વાહનને પાછળની તરફ લઈ જઈ શકો છો. 3 અને 4 વ્હીલર વાહનને પાછળની તરફ હંકારવા માટે રિવર્સ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો એરોપ્લેનમાં રિવર્સ ગિયર હોય છે કે નહીં.
2 / 6
એરોપ્લેનમાં રિવર્સ ગિયર હોતા નથી. જેથી તેને પાર્કિંગ કર્યાં હોય ત્યાંથી રન વે પર લાવવા માટે હજારો ટનનો ભારે ખેંચી શકે તેવા ટ્રકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રક દ્વારા પ્લેનને ખેંચીને રનવે તરફ લાવવામાં આવે છે.
3 / 6
વિમાનમાં કોઈ રિવર્સ ગિયર નથી. વાહનોમાં રિવર્સ ગિયર છે કારણ કે વાહનો પાછળની તરફ પણ હંકારી શકાય છે. પરંતુ વિમાનને પાછળની તરફ ઉડાવી શક્તા નથી. વિમાનને ફક્ત આગળની તરફ જ ઉડી શકે છે.
4 / 6
વિમાનને રિવર્સ લેવા માટે પાઇલોટ એન્જિનમાંથી એક્ઝોસ્ટ ગેસને વિરુદ્ધ દિશામાં ફેરવે છે. આ પ્રક્રિયાને રિવર્સ થ્રસ્ટ કહેવામાં આવે છે. પ્લેનને રનવે પર રોકવા માટે રિવર્સ થ્રસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ટગ ટ્રક દ્વારા ખેંચવામાં આવે છે.
5 / 6
વિમાનમાં રિવર્સ ગિયર ન હોવાથી પ્લનનમાં 3 અને 4 વ્હીલર વાહનની જેમ rear view mirror હોતા નથી. તેમજ વિમાનને એરપોર્ટ પર પાર્કિંગ કરાવવા માટે એક કર્મચારી હાજર રહે છે.
6 / 6
વિમાનને ઉડાડવા માટે પાઇલોટ્સ એન્જિન શરૂ કરે છે. એન્જિનમાંથી એક્ઝોસ્ટ વાયુઓ ટર્બાઇન, ડ્રાઇવ પ્રોપેલર્સ અથવા જેટ એન્જિન ફેરવે છે. પ્રોપેલર કે જેટ એન્જિનમાંથી નીકળતી હવા પ્લેનને આગળ ધકેલે છે. આને થ્રસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ તે રન વે પરથી ટેક ઓફ કરે છે.