
2- નારિયેળ તેલ- ફાટેલા હોઠને સાજા કરવા માટે દરરોજ નારિયેળ તેલનો ઉપયોગ કરો. દિવસમાં 2-3 વખત નાળિયેરનું તેલ લગાવો. તેનાથી હોઠની ત્વચા મુલાયમ થશે અને હોઠ ફાટી જવાથી થતો દુખાવામાં પણ રાહત મળશે.

3- મલાઈ લગાવો- ફાટેલા હોઠ પર મલાઈ લગાવવું ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ સૂતા પહેલા હોઠ પર મલાઈ લગાવો અને થોડીવાર મસાજ કરો. તેનાથી ફાટેલા હોઠ એકદમ મુલાયમ થઈ જશે.

4- મધ લગાવો- ફાટેલા હોઠને મટાડવા માટે મધનો ઉપયોગ કરી શકો છો તે પણ ફાયદાકારક રહશે. જેના કારણે હોઠ મુલાયમ થઈ જાય છે અને હોઠ પર પડતી તિરાડ પણ ઓછી થઈ જાય છે. તેનાથી પણ દુખાવામાં રાહત મળે છે.