શું તમે પણ લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો? તો સ્વાસ્થ્યને થશે આ મોટું નુકસાન, જાણો અહીં

|

Mar 17, 2024 | 2:48 PM

શું તમે જાણો છો કે તમારી ભૂખને નિયંત્રિત કરવાથી વજન નિયંત્રણમાં મદદ મળી શકે છે? તેની માટે લોકો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે પરંતુ આ સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ અહીં

1 / 6
જે લોકો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે કે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરી ઝડપી વજન ઘટાડી રહ્યા હોય છે તો આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આજકાલ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ઘણો પોપ્યુલર થયો છે 12, 14 કે 16-16 કલાક સુધી લોકો ભૂખ્યા રહી ઝડપી વજન ઘટાડવા માંગે છે પણ આ ફાસ્ટિંગથી થોડા સમય શરુ રાખતા વજન ઘટે છે પણ જેવુ જ બંધ કરવામાં વજન ઝડપથી વધી જાય છે.

2 / 6
નિષ્ણાતોના મતે, આ ઉપવાસ ચોક્કસપણે વજન ઘટાડવામાં મદદ કરે છે પરંતુ તેને ફક્ત ડૉક્ટરની સલાહ પર જ અનુસરવું જોઈએ. જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો કે પછી આ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરો છો, તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ કઈ કઈ સમસ્યા થાય છે.

3 / 6
માથાનો દુખાવો અને ચક્કર : જો તમે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કે લાંબો સમય ભૂખ્યા રહેતા હોવ તો તેના કારણે તમને માથાનો દુખાવો જેવો અનુભવ થઈ શકે છે. એટલું જ નહીં, આ ઉપવાસને કારણે તમને ચક્કર પણ આવી શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમને પહેલાથી જ માથાના દુખાવાની સમસ્યા છે તો લાંબો સમય ભૂખ્યાં ન રહેવું જોઈએ.

4 / 6
પાચન સમસ્યા: જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમારે વચ્ચે-વચ્ચે ઉપવાસ કરવો જોઈએ. રોજે રોજ લાંબા સમય સુધી ભૂખ્યા રહી ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરવો અપચો, ઝાડા, ઉબકા અને આંતરડામાં સોજા આવવાની સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ.

5 / 6
શરીરમાં નબળાઈ કે થાક લાગે છે : કેટલાક લોકો લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અને તેના કારણે નબળાઇ અનુભવી શકે છે. તમને જણાવી દઈએ કે લાંબો ટાઈમ ભૂખ્યા રહેવાથી બ્લડ સુગર ઘટી જાય છે અને આ થાકનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં જે લોકોને નબળાઈની સમસ્યા હોય તેઓ થાક અનુભવે છે.

6 / 6
ડિહાઈડ્રેશન: લાંબો સમય ભૂખ્યા રહેવાથી શરીરમાં વધારાનું સોડિયમ અને પાણી બહાર આવે છે. આવી સ્થિતિમાં શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. જો તમે લાંબા સમય સુધી ભૂખ્યા રહો છો કે કોઈ વખત ફાસ્ટિંગ કરો છો તો આ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ.

Next Photo Gallery