

બેન્ક લોકર કરારની ડેડલાઈન આરબીઆઈએ રિવાઈઝ્ડ લોકર એગ્રીમેન્ટને ક્રમબદ્ધ રીતે ચલાવવા માટે 31 ડિસેમ્બર 2023ની ડેડલાઈ નક્કી કરી દીધી છે. જો તમે 31 ડિસેમ્બર 2022એ અથવા એ પહેલા એક રૂપાંતરિત બેંક લોકર કરાર જમા કરાવી દીધો છે તો તમારે ફરી એક વાર અપડેટ લોકર કરાર પર હસ્તાક્ષર કરવા અને જમા કરવાની જરૂર પડી શકે છે.

ફ્રી આધાર અપડેશનની છેલ્લી તારીખ યુઆઈડીએઆઈની વેબસાઈટ મુજબ જો તમે છેલ્લા 10 વર્ષમાં પોતાની આધાર ડિટેલ અપડેટ કરાવી નથી તો તમે તેને 14 ડિસેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. યુઆઈડીએઆઈ આધાર સંબંધી છેતરપિંડીને રોકવા માટે 10 વર્ષ જુના આધાર ધારકોને નવી જાણકારી સાથે અપડેટ કરવાનો પણ આગ્રહ કરી રહ્યું છે.

વર્ષ 2023માં અત્યાર સુધીમાં સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં 37180 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. જો તમે પણ શેરબજારમાં સીધું રોકાણ કરવાનું ટાળો છો અને સ્મોલ કેપ શેરોની સમજના અભાવે કમાણી કરી શકતા નથી, તો તમે સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને સારી કમાણી કરી શકો છો.

યુપીઆઈ આઈડી થશે ઈનએક્ટિવ એનપીસીઆઈએ ગૂગલ પે, પેટીએમ, ફોન પે વગેરે પેમેન્ટ એપ્સ અને બેન્કોને તે યુપીઆઈ આઈડી અને નંબરોને ઈનએક્ટિવ કરવા માટે કહ્યું છે, જે એક વર્ષ કરતા વધારે સમયથી એક્ટિવ નથી. તેને 31 ડિસેમ્બર 2023 સુધી લાગુ કરવુ પડશે.

આ સિવાય સરકારી બેન્ક ઈન્ડિયન બેન્કે 'ઈન્ડ સુપર 400' અને 'ઈન્ડ સુપ્રીમ 300 દિવસ' નામની વધારે વ્યાજવાળી સ્પેશિયલ એફડીને વધારી દીધી છે. જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 કરવામાં આવી છે. સાથે જ આઈડીબીઆઈ બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે એફડીના વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે.