શિયાળામાં સ્કિન ડ્રાય ન થાય તે માટે શું કરવું? જાણો સરળ ઉપાયો
જો તમે ઠંડીની મોસમમાં તમારી સ્કીનને ડ્રાય થવાથી બચાવવા માંગતા હોવ તો તમે આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. મહત્વનું છે કે ડ્રાય સ્કીનને કારણે ચહેરાની સુંદરતા ગાયબ થવા લાગે છે. શિયાળાની ઋતુમાં આપણી સ્કીન ડ્રાય અને નિર્જીવ બની જાય છે. આ ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને આ સૂકી હવા આપણી સ્કીનમાંથી ભેજ છીનવી લે છે. ઠંડા હવામાનમાં આપણે આપણી સ્કીન પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.