શું તમે પણ ગરમા ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો ? તો જલદી ખરાબ થઈ જશે રેફ્રિજરેટર
ઘણી વખત ગરમ ખોરાક બનાવ્યા પછી કે દૂધ ગરમ કર્યા પછી એવું થાય છે કે અચાનક બહાર જવાનો પ્લાન બનાવવામાં આવે છે, આવી સ્થિતિમાં ઘણા લોકો ગરમ ખોરાકને રેફ્રિજરેટરમાં રાખવાની ભૂલ કરે છે. તો તેનાથી તમારા ફ્રીજને મોટું નુકસાન થઈ શકે છે.
1 / 6
ઘણી વખત લોકો ફ્રિજમાં ગરમ ખોરાક રાખે છે. જોકે આના કારણો અલગ-અલગ છે. ઘણી વખત ઓફિસ કે સ્કૂલ જવાની ઉતાવળમાં ખોરાકને ઠંડુ કરવા માટે આવું કરવામાં આવે છે, જ્યારે ઘણી વખત બહાર જવાની ઉતાવળમાં ગરમ ખોરાક ફ્રીજમાં સંગ્રહિત કરવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેની આડ અસરો શું હોઈ શકે? જો તમે પણ આવું કરો છો તો જાણો શું થાય છે જ્યારે તમે ફ્રિજમાં ગરમ ખોરાક રાખો છો...
2 / 6
જો તમે રેફ્રિજરેટરનું મેન્યુઅલ વાંચો છો, તો તેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે તેમાં ગરમ વસ્તુઓ ન રાખો. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તેની સીધી અસર ફ્રિજની કાર્ય ક્ષમતા પર પડે છે. આ પ્રકારનો ગરમ ખોરાક ફ્રિજ પર વધારાનું દબાણ લાવે છે. સાથે જ ખોરાક બગડી જવાના પણ ચાન્સીસ વધી જાય છે.
3 / 6
જો તમારે અચાનક બહાર જવું પડે તો ગરમ ખોરાક કે ઉકાળેલું દૂધ રેફ્રિજરેટરમાં રાખવાની ભૂલ ન કરો. ફ્રિજનું કાર્ય વસ્તુઓનું તાપમાન ઓછું રાખવાનું છે અને ફ્રીજમાં ઠંડક જાળવી રાખવા માટે તેમાં કોમ્પ્રેસર લગાવવામાં આવે છે. જ્યારે રેફ્રિજરેટરમાં જરુરી ઠંડક પ્રાપ્ત થાય છે, ત્યારે કોમ્પ્રેસર કામ કરવાનું બંધ કરે છે અને ઠંડક જળવાય રહે છે. આવી સ્થિતિમાં જો તમે ગરમ ખોરાક કે દૂધ ફ્રિજમાં મુકી દો છો તો કોમ્પ્રેસર પર દબાણ પડે છે.
4 / 6
વિજ્ઞાન કહે છે કે જો તમે આમ કરો છો તો લાંબા ગાળે ફ્રિજની કાર્યક્ષમતા ઘટી શકે છે. કારણ કે જ્યારે પણ તમે ફ્રિજમાં ગરમ ખોરાક રાખો છો, તો તે અંદરનું તાપમાન બગાડે છે. તે ફ્રીજની અંદર રાખવામાં આવેલી વસ્તુઓને પણ અસર કરે છે. તાપમાનને નિયંત્રિત કરવા માટે, ફ્રીજ પર દબાણ વધી જાય છે.
5 / 6
રિપોર્ટ અનુસાર ગરમ ખોરાક રાખતી વખતે રેફ્રિજરેટરના કોમ્પ્રેસરને તાપમાન જાળવી રાખવા માટે વધુ કામ કરવું પડે છે. આવું વારંવાર કરવાથી કોમ્પ્રેસરની આવરદા ઘટી શકે છે અને ખરાબ થવાનું જોખમ વધી જાય છે. તેથી આ ન કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોએ આવું ન કરવાનું બીજું કારણ આપ્યું છે.
6 / 6
નિષ્ણાતો કહે છે, ફ્રિજનું તાપમાન ઠંડું હોય છે, પરંતુ જ્યારે તેમાં ગરમ વસ્તુઓ રાખવામાં આવે છે, ત્યારે ફ્રિજની અંદરની હવા ઘટ્ટ થવા લાગે છે અને દિવાલો પર ટીપાં બાજી જાય છે. આ પાણીના ટીપાં ખોરાકમાં પણ પડી શકે છે અને ખોરાકમાં ભેજ વધારે છે. તેનાથી ખોરાક બગડવાનું જોખમ વધી જાય છે, તેથી આવી ભૂલ કરવાનું ટાળો.